ક્યાંક આસ્થાનો અગ્નિપથ તો ક્યાંક ચકિત કરતી પરંપરા

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. ‘ચૂલના મેળા’માં હજારો શ્રદ્ધાળુઓએ અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની આસ્થા પ્રગટ કરી હતી. રણિયારનો મેળો તેની વિશાળતા અને શ્રદ્ધાના કારણે જાણીતો છે. 

દાહોદના ખંગેલા ખાતે ધુળેટીના દિવસે ‘બાબા ગળદેવ’ના મેળાનું ભવ્ય આયોજન કરાયું. અહીં પરિવારની સુખાકારી માટેની બાધા પૂર્ણ થતાં શ્રદ્ધાળુ 30થી 40 ફૂટ ઊંચા લાકડાના સ્તંભની ટોચે ચઢે છે અને માનતા મુજબ 2, 3 કે 5 પરિક્રમા કરી બાધા પૂર્ણ કરે છે.


comments powered by Disqus