દેવભૂમિના ગાગા પક્ષી અભયારણ્યમાં વિવિધ 202 પ્રજાતિનાં 65,047 પક્ષી

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

ભાટિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા પક્ષી અભયારણ્ય ખાતે વાર્ષિક પક્ષી ગણતરી પૂર્ણ કરાઈ. જેમાં મરિન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળના આ અભયારણ્યમાં આ વર્ષે કુલ 202 પ્રજાતિનાં 65,047 પક્ષીઓ નોંધાયાં હોવાનું વનવિભાગ દ્વારા જાહેર કરાયું છે, જે ગતવર્ષની સરખામણીમાં વધારો દર્શાવે છે.
રાજ્યના વનવિભાગના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પર્યાવરણપ્રેમી સંસ્થાઓ, પક્ષી નિરીક્ષકો તથા સ્વયંસેવકોના સહયોગથી ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ વિવિધ વિસ્તારોમાં જુદીજુદી ટીમો દ્વારા ગણતરી કરીને પૂર્ણ કરાઈ છે. આ ગણતરી દરમિયાન ખાસ પ્રજાતિઓ નોંધાઈ છે, જેમાં મલાર્ડ પરદેશી સ્થળાંતરી બતક પ્રજાતિ, જે શિયાળામાં ભારતમાં જોવા મળે છે. પેરેગ્રીન ફાલ્કન વિશ્વનું સૌથી ઝડપી પક્ષી, જેની હાજરી પર્યાવરણની સત્વરતા દર્શાવે છે. બ્લેક નેકડ
સ્ટોર્ક અતિદુર્લભ અને સંરક્ષિત પ્રજાતિનો સમાવેશ થાય છે.


comments powered by Disqus