ભારતીય ફળોનાં 1 હજાર કન્ટેનર ગલ્ફમાં ફસાયાં

Wednesday 11th March 2026 05:58 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઇરાનના વડા અલી ખામેનેઇના મોતને પગલે ઇરાને આક્રમક વળતા પ્રહાર કર્યા છે. એટલું જ નહીં સમુદ્રી વેપાર માટે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ ખાડીને ઇરાને બંધ કરી દેતાં ભારતનો વેપાર પણ અટકી પડ્યો છે. કૃષિ પ્રોડક્ટ્સ-ફળોનાં એક હજારથી વધુ કન્ટેનર દુબઈના જેબલ અલી પોર્ટ પર ફસાયેલાં પડ્યાં છે. એક સપ્તાહથી વેપાર થંભી જતાં ભારતના વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય કન્ટેનર્સમાં કેળાં, દ્રાક્ષ, દાડમ, તરબૂચ ઉપરાંત ડુંગળી સહિતના શાકભાજી છે.


comments powered by Disqus