ભુજના આકાશમાં 50 જેટલા ચળકતા પદાર્થો દેખાતાં આશ્ચર્ય

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

ભુજઃ શહેરના અમુક વિસ્તારોમાં આકાશમાં રાત્રે 50થી વધુ ચળકતી ડ્રોન જેવી વસ્તુઓ ઉડતી દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સોશિયલ મીડિયામાં તેના ફોટો અને વીડિયો વાઇરલ થયા હતા. ભુજના કેમ્પ અને સરપટ નાકા સહિતના વિસ્તારોમાં લોકોને આ ભેદી પદાર્થ દેખાયા હતા. આકાશમાંથી પસાર થતો ડ્રોન જેવો ચળકતો પદાર્થ શું છે તે અંગે સત્તાવાર માહિતી મળી નથી. આકાશમાં થોડી વાર દેખાયા બાદ આ પદાર્થો ગાયબ થઈ ગયા હતા. ભૂતકાળમાં આકાશમાં નાનાનાના સેટેલાઇટ દેખાયાની ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે ભુજના આકાશમાં દેખાયેલા ડ્રોન જેવા લાગતા પદાર્થ શું હતા તેનું રહસ્ય સર્જાયું છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે દેખાયેલા આ પદાર્થને લઈને ભુજવાસીઓમાં વિવિધ ચર્ચા ઊઠી હતી.


comments powered by Disqus