મમતા ખબર નહીં કેમ નારાજ?: રાષ્ટ્રપતિ મુર્મૂ

Wednesday 11th March 2026 06:44 EDT
 
 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને નાની બહેન ગણાવી કહ્યું કે, ‘મમતા મારી નાની બહેન જેવાં છે અને હું પણ બંગાળની દીકરી છું. પરંતુ ખબર નથી કે મને અહીં આવવાની મંજૂરી અપાઈ રહી નથી. શું તેઓ મારાથી નારાજ છે, કારણ કે તેઓ કે રાજ્યના કોઈ મંત્રી મને રિસીવ કરવા આવ્યાં નહીં?’ મુર્મૂ સિલિગુડી નજીક બિધાનનગરમાં આદિવાસીની સભાને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલાવવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.


comments powered by Disqus