મોડાસાઃ અરવલ્લીના મોડાસામાં આ વખતે ધુળેટી પર્વ ખાસ બની રહ્યો. રશિયાના મોસ્કો સ્થિત MBBS કોલેજના પ્રોફેસર સહિત 7 પર્યટકોએ સ્થાનિક પરિવાર સાથે રંગોના મહાઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી. ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા હતા, ત્યાંથી ખાસ ધુળેટી ઊજવવા તેઓ મોડાસા પહોંચ્યા હતા.

