રાજકોટ મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફટકોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુના રામરામ

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો ફેરફાર આવ્યો છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. તેમના આ નિર્ણયને સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિમાં મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની લાંબી રાજકીય કારકિર્દી બાદ હવે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, હવે તેઓ સક્રિય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લે અને જાહેર જીવનથી થોડું અંતર રાખશે. સૂત્રો મુજબ રાજ્યગુરુએ આ નિર્ણય અંગે શહેરના મોવડી મંડળને પણ જાણ કરી દીધી છે. તેમના આ પગલાંથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે અને કોંગ્રેસ કાર્યકરોમાં આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે.


comments powered by Disqus