જૂનાગઢ: શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સ્નાન મુદ્દે ઈન્દ્રભારથી અને વિવાદાસ્પદ યુવતી કીર્તિ પટેલ વચ્ચે મોટો વિવાદ છેડાયો હતો. કીર્તિએ ઈન્દ્રભારથી સામે ગંભીર આક્ષેપ સાથે વીડિયો જાહેર કરી પોલ ખોલવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અચાનક બંને વચ્ચે સમાધાન થઈ જતાં સનાતનીઓમાં અનેક સવાલો ઊભા થયા છે. કીર્તિ મૃગીકુંડમાં સ્નાન કરતી હતી ત્યારે તેને રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારથીએ બહાર કઢાવતાં તેણે ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં તેના પર ત્રણ ગુના દાખલ થયા, ત્રણેય ગુનામાં તેને જામીન મળી ગયા છે. ગુના દાખલ થયા બાદ તેણે ઈન્દ્રભારથીના પાખંડ ખોલવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.

