અલંગમાં હવે યુરોપનાં જહાજો પણ ભંગાવા આવશે

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

રાજકોટઃ શિપ બ્રેકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં નામ ધરાવતા અલંગમાં હવે મોટાં અને યુરોપના જહાજો આવવાનો રસ્તો ખૂલવાનો છે. અલંગના કુલ ત્રણ શિપ બ્રેકર્સે યુરોપિયન શિપ રિસાઇકલિંગ સુવિધાની યાદીમાં સમાવેશ કરવા અરજી કરી છે.
આ પ્રકારનાં જહાજો વૈશ્વિક સ્તરે મોટો હિસ્સો ધરાવે છે. યુરોપિયન કમિશનની મંજૂરી આવ્યા બાદ જહાજોની સંખ્યા વધી શકે છે. યુરોપિયન કમિશને શ્રીરામ વેસલ ક્રેપ, શ્રીરામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ અને વાયએસઆઇ રિસાઇકલર્સ દ્વારા યુરોપિયન શિપ રિસાઇકલિંગ સુવિધાની સૂચિની 16મી આવૃત્તિમાં સમાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. યુરોપિયન કમિશનનો પ્રસ્તાવ 30 ઓગસ્ટ સુધી પરામર્શ માટે ખુલ્લો છે, ત્યારબાદ યુરોપિયન યુનિયનનાં 27 - સભ્ય રાજ્યો દ્વારા ઓક્ટોબરમાં મતદાન કરાશે.
મંજૂરી મળી જાય તો અલંગમાં ત્રણ યાર્ડ પ્રથમ દક્ષિણ એશિયાઈ રિસાઇકલર્સ, પ્રથમ બિન-ઓઇસીડી સુવિધા અને યુરોપ શિપ રિસાઇકલિંગ રેગ્યુલેશન અનુસાર યુરોપિયન યુનિયનના દેશોના ધ્વજ લહેરાવતા જહાજોના રિસાઇકલિંગ માટે મંજૂરી મેળવવા ડિસમન્ટાલિંગની બાચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકશે.


comments powered by Disqus