કચ્છ સરક્રીક બોર્ડરે પાકિસ્તાને ચીની ડ્રોન-હોવરક્રાફ્ટ તહેનાત કર્યાં

Wednesday 12th August 2026 06:16 EDT
 
 

ઇસ્લામાબાદઃ ભારતની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધીના વિસ્તારમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાનને હવે ચીને ભારતની પશ્ચિમ સરહદ સળગાવવા ઉશ્કેર્યું છે. ચીન પૂર્વીય લદ્દાખથી અરુણાચલ પર તણાવગ્રસ્ત સ્થિતિ બનાવી ભારતને પરેશાન કરી રહ્યું છે અને હવે તે પશ્ચિમ સરહદ પર નજર બગાડી પાકિસ્તાનને અરબ સાગરમાં ભારતીય નેવીને પડકારવા ઉશ્કેરી રહ્યું છે. આ યોજનાના ભાગરૂપે પાકિસ્તાન તુર્કી અને ચીનની મદદથી સરક્રીકમાં ઝડપથી તેની નેવી અને સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે.
પાકિસ્તાન નેવીએ ‘અબાબીલ પ્રોજેક્ટ’ હેઠળ કચ્છ સરહદ નજીક સરક્રીકમાં તુર્કી અને ચીનની મદદથી તેમનાં ડ્રોન અને હોવરક્રાફ્ટ પણ તહેનાત કર્યાં છે. સાથે તેણે નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ કમાન્ડોની પણ તહેનાતી કરી છે, જેનાથી ભારતની સમુદ્રી સરહદની સુરક્ષા જોખમાઈ છે. પાકિસ્તાનનું આ વિસ્તરણ ‘અબાબીલ - ધ ડિવાઇન સ્ટ્રાઇક’ નામના પ્રોજેક્ટનો ભાગ છે, જેનું કામકાજ અસીમ મુનીર પોતે જોઈ રહ્યા છે.
આ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાને સરક્રીકમાં તેના નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ કમાન્ડોની તહેનાતી કરી છે. આ કમાન્ડો સમુદ્રી સ્પેશિયલ ઓપરેશન ફોર્સ છે, જે સમુદ્ર, હવા અને જમીન પર હાઇરિસ્ક મિશન માટે તાલીમબદ્ધ છે. પાકિસ્તાનના આ સૈન્ય આધુનિકીકરણમાં ચીન-તુર્કી મદદ કરી રહ્યા છે.


comments powered by Disqus