ભચાઉ લાઈન પર 130 કિ.મી.ની ઝડપે ટ્રેનની સફળ ટ્રાયલ

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

સામખિયાળી: ગાંધીધામ ચાર રેલવે લાઈન પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળી-ભચાઉ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવેલાઇનનું રેલ સંરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસે નિરીક્ષણ કર્યું હતું. જેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે 130 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહ્યો હતો. ડીઆરએમ વેદપ્રકાશ અને સિનિયર અધિકારીઓની હાજરીમાં મોટર ટ્રોલીથી ટ્રેક, સિગ્નલિંગ, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઉપકરણો, બ્રિજ અને સ્ટેશનોની સુરક્ષા વ્યવસ્થા ચકાસાઈ હતી. 4 રેલવે લાઇન કાર્યરત્ થવાથી આ માર્ગની વહન ક્ષમતામાં વધારો થશે.


comments powered by Disqus