નવી દિલ્હી : અમેરિકન સેનેટે ભારત પર 100 ટકા ટેરિફ લાદવાના બિલને મંજૂરી અપાયાંના ગણતરીના કલાકો બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથેની ચર્ચા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સહયોગને આગળ વધારવા સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, ટેક્નોલોજી, ઊર્જા અને વ્યૂહાત્મક સહયોગ જેવાં ક્ષેત્રોમાં પહેલાથી જ વ્યાપક ભાગીદારી છે, અને હવે તેને નવાં ક્ષેત્રોમાં વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે.

