વડાપ્રધાન મોદી-નેતન્યાહૂની ટેલિફોનિક ચર્ચા

Wednesday 12th August 2026 06:14 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ગુરૂવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી ભારત-ઇઝરાયલ વિશેષ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી હતી. વાતચીત દરમિયાન બંને દેશો વિવિધ ક્ષેત્રે સહયોગને મજબૂત કરવા પણ સહમત થયા હતા. બંને નેતાએ ભવિષ્યમાં નિયમિત સંપર્ક જાળવી રાખવા પર પણ ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન પ્રાદેશિક સ્થિતિને મુદ્દે બંને નેતાએ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. 


comments powered by Disqus