શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને પૂ. મોરારિબાપુ

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

વેરાવળઃ પૂજ્ય મોરારિબાપુએ હાલમાં જ સોમનાથની વિશેષ મુલાકાત લીધી. આ નિમિત્તે તેમણે મહાદેવનાં દર્શન કરવાની સાથે પૂ.ડોંગરેજી મહારાજ પ્રેરણાદાયી શ્રીકૃષ્ણ સેવા ટ્રસ્ટના અન્નક્ષેત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી. શ્રી કૃષ્ણ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રની મુલાકાત દરમિયાન મોરારિબાપુનું ટ્રસ્ટીઓ અશોક પરમાર, ધનસુખભાઈ પીઠડ, વિવેક અશોક પરમારે ફૂલહારથી સ્વાગત કર્યું હતું. મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞની મુલાકાત દરમિયાન સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા ‘વસ્ત્ર પ્રસાદ’નું નિદર્શન કરી મોરારિબાપુએ હર્ષની લાગણી અને ખૂબ આદરભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળ અને સ્વ-સહાય જૂથની મહિલાઓને સિવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપવામાં આવે છે. 


comments powered by Disqus