સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે 600 પ્રવાસી બેસી શકે તેવી ક્રૂઝ શરૂ કરાશે

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેનું હાલ ટ્રાયલ રન ચાલી રહ્યું છે. સુરક્ષા ધોરણોનું પાલન અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ સેવા ટૂંક સમયમાં સત્તાવાર રીતે શરૂ કરાશે. ક્રૂઝબોટ 30 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે. તેમાં એકસાથે 600 લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.


comments powered by Disqus