1 જૂનથી ગુજરાતમાં વસ્તીગણતરીનો પ્રારંભ થશે

Tuesday 12th May 2026 17:41 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં વસ્તીગણતરીને લઈ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્ય સરકારના ગેઝેટ મુજબ રાજ્યમાં 1 જૂનથી 30 જૂન દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરાશે અને પરિવારદીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક અપાશે. 17 મેથી 31 મે દરમિયાન ‘સેલ્ફ એન્યુમેરેશન’ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે.
લોકો સેલ્ફ એન્યુમેરેશન પણ કરી શકશે
1 જૂનથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિસ્ટિંગ કાર્યવાહી શરૂ થશે. 17 મેથી 31 મે સુધી લોકો જાતે http:se.census.gov.in પર માહિતી નોંધી શકશે. આ વેબસાઇટ પર રાજ્યની પસંદગી બાદ પરિવારની મુખ્ય વ્યક્તિનું નામ નોંધાવી માહિતી ફીડ કરવી પડશે.


comments powered by Disqus