સુરતના પૂર્વ મેયર અને ધારાસભ્ય ડો. કનુભાઈ માવાણીનું નિધન

Tuesday 12th May 2026 17:58 EDT
 
 

સુરતઃ શહેરના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીનું કિડનીની બીમારીથી 8 મેએ નિધન થયું છે. સામાજિક સેવા અને શિક્ષણક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. તેમના નિધન પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને શિક્ષણજગતના લોકોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. 9મે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓએ અંતિમયાત્રામાં જોડાઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
11મે મનપાની શાળાઓમાં જાહેર રજા રહેશે
ડો. કનુભાઈ માવાણીના માનમાં સોમવારે 11 મેએ મહાનગરપાલિકાની તમામ કચેરી, શાળા બોર્ડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જાહેર રજા જાહેર કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા પરિવારે સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકની લાગણી વ્યક્ત કરી છે.


comments powered by Disqus