NCP પ્રમુખે બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 કરોડ માગ્યા

Tuesday 13th January 2026 15:23 EST
 

અમદાવાદઃ શહેરના એક જાણીતા બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 કરોડ પડાવવા પત્રકાર, એનસીપીના ગુજરાત ઉપપ્રમુખ અશ્વિન ચૌહાણ, સુનિતા રાજપૂત અને તેના પ્રેમી બિની ગિલે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જો કે બિલ્ડરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં સુનિતા, પત્રકાર તથા અશ્વિન ચૌહાણની ધરપકડ કરી છે. જ્યારે ફરાર યુવતીના પ્રેમીની પણ શોધખોળ હાથ ધરી છે. સુનિતાએ તેની મિત્ર સાથે બિલ્ડરનો વીડિયો બનાવી લીધો હતો, જેના આધારે તમામ આરોપીઓએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.


comments powered by Disqus