ભુજઃ એક સમય હતો જ્યારે કચ્છના રણને નિર્જન અને બિનઉપજાઉ માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ રણ દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનની પ્રેરણાથી કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક (આરઈ પાર્ક) આકાર લઈ રહ્યો છે. આ પાર્ક દેશની સરહદી ક્ષેત્રની સુરક્ષા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. અગાઉ આ સરહદી પટ્ટી પર માનવવસ્તી નહિવત્ હતી, પરંતુ હવે હજારો કર્મચારીઓ અને એન્જિનિયરોની હાજરીના કારણે આ વિસ્તાર રણનીતિક રીતે જીવંત બન્યો છે.

