સુરતઃ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતેની ભાગેડુ નીરવ મોદીની સીલ કરાયેલી કંપનીમાં ગુરુવારે રાત્રે આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી. ઘટનાના બીજા દિવસે એટલે કે શુક્રવારે મોડીરાતે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લઈ લીધો હતો. આ બે વખત લાગેલી આગમાં દસ્તાવેજો સહિત બધું ખાખ થઈ ગયું હતું. બે દિવસમાં બે વાર લાગેલી શંકાસ્પદ આગ અનેક સવાલો ઊભા કરે છે.

