અમદાવાદઃ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા અમદાવાદમાં નેશનલ ઓલિમ્પિક એકેડેમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રાખવાનો છે.
નેશનલ ઓલિમ્પિક એકેડેમી ઓલિમ્પિક શિક્ષણ, અભ્યાસ અને રિસર્ચ માટે ભારતની મુખ્ય સંસ્થા તરીકે કાર્યરત્ રહેશે. આ માટે આઇઓએની સભામાં પી.ટી. ઉષાને આ એકેડેમીના પ્રમુખ તથા IOAના વાઇસ પ્રેસિડેન્ટ અને ઓલિમ્પિક મેડલિસ્ટ ગગન નારંગને NOAના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઓલિમ્પિક મૂલ્યોનું શિક્ષણ, એથ્લિટ્સ ડેવલપમેન્ટ તથા કરિયર ટ્રાન્ઝિશન સહિત બાબતે મદદ કરવા ઉપરાંત કોચ-ઓફિશિયલ્સ, એડમિનિસ્ટ્રેટર્સ અને સપોર્ટ સ્ટાફની ક્ષમતા વધારવાનો અને તૈયાર કરાશે. આ ઉપરાંત રમત સંસ્થાઓમાં પ્રોફેશનલ ઢબે કામ કરવા તૈયાર કરાશે.
