પરવીન બાબીની હવેલીનું રાતોરાત ડિમોલિશનઃ તંત્રએ હાથ ખંખેર્યા

Friday 16th January 2026 01:27 EST
 
 

જૂનાગઢઃ દીવાનચોક પાસે બોલિવૂડની એક સમયની ગ્લેમર ગર્લ પરવીન બાબીની પૈતૃક હવેલી કોઈએ રાતોરાત જમીનદોસ્ત કરી દીધી. આ મિલકત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી, પરંતુ તેનું ડિમોલિશન જે રીતે કરાયું છે તેણે વહીવટી તંત્રની ભૂમિકા સામે શંકાની સોય ચીંધી છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે આ બાબતે તંત્ર પાસે ખુલાસો મગાયો ત્યારે જૂનાગઢ મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ (R&B) એમ ત્રણેય મુખ્ય એજન્સીએ સ્પષ્ટપણે હાથ ખંખેરી દીધા. પરવીન બાબીના અવસાન બાદ તેમની જૂનાગઢ અને મુંબઈની મિલકતોને લઈને લાંબા સમયથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ મિલકત હાલમાં હાઇકોર્ટના રિસિવરના નેજા હેઠળ હોવાનું કહેવાય છે.


comments powered by Disqus