અમદાવાદઃ દાહોદમાં આક્રોશ રેલીના સમાપન વખતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાયા છે. આદિવાસી વિસ્તારમાં આપ અને કોંગ્રેસનું જોર વધી રહ્યું છે, ત્યારે ભાજપને મહેશ વસાવાના પક્ષપલટાથી આંચકો લાગ્યો છે. બીટીપી છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા પણ 9 મહિના પહેલાં જ મહેશ વસાવાનો મોહભંગ થતાં ભાજપને અલવિદા કહી દીધું હતું. દાહોદમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજો તબક્કો પૂર્ણ થયો, તેવા તબક્કે કંબોઈમાં મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

