વડોદરાઃ રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેશ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં લોલમલોલ વહીવટી વ્યવસ્થાની ટીકા કરી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો.

