ભારતમાં પ્રથમ અફઘાની રાજદ્વારી નૂર અહમદ

Friday 16th January 2026 01:27 EST
 
 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને નૂર અહમદને પોતાના ભારત સ્થિત દૂતાવાસમાં રાજદ્વારી નિયુક્ત કર્યા છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતમાં અફઘાન રાજદ્વારીની આ પ્રથમ નિયુક્તિ છે. નૂર અહમદ આ પહેલાં અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયમાં પોલિટિકલ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. હવે તેઓ નવી જવાબદારી માટે ભારત પહોંચી ચૂક્યા છે. નૂર અહમદની નિયુક્તિ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે નવા રાજદ્વારી સંબંધોની શરૂઆતનો સંકેત આપે છે. આ નિમણૂક એવા સમયે થઈ, જ્યારે ભારત -અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસ થઈ રહ્યા છે.


comments powered by Disqus