મારુતિ રૂ. 4960 કરોડના ખર્ચે ખોરજમાં નવો પ્લાન્ટ સ્થાપશેઃ સ્થાનિક રોજગારી વધશે

Tuesday 13th January 2026 15:25 EST
 
 

ગાંધીનગરઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી હવે ગુજરાતમાં વિસ્તરણ કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડે ગુજરાતમાં તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું વિસ્તરણ કરવા તેમજ જમીન સંપાદન માટે રૂ. 4960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
કંપનીના બોર્ડે સોમવારે યોજાયેલી બેઠકમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી ખોરજના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે જમીન સંપાદન કરવા મંજૂરી આપી હતી, જે અંતર્ગત નવાં 10 લાખ યુનિટ્સનો ઉમેરો કરાશે. એકંદરે રોકાણના સંદર્ભે કંપનીએ જણાવ્યું કે, ક્ષમતામાં ઉમેરો કરવા દરમિયાન બોર્ડ દ્વારા રોકાણને લઈને અંતિમ મંજૂરી અપાશે.
જમીન સંપાદન, વિકાસ તેમજ પ્રારંભિક કામગીરીનો ખર્ચ રૂ. 4960 કરોડ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું કે, આ ખર્ચ માટે બાહ્ય ધિરાણ લેવાશે. કંપનીની ગુરુગ્રામ, માનેસર, ખારખોડા અને હાંસલપુરમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 લાખ યુનિટ્સ છે, જે વાર્ષિક અંદાજે 26 લાખ યુનિટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આમાં અગાઉની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાં ઉત્પાદિત એકમોનો સમાવેશ થાય છે, જેનું કંપની સાથે વિલીનીકરણ કરાયું છે. નવા પ્લાન્ટ થકી સ્થાનિકો માટે રોજગારી વધશે.
રૂ. 35000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી
વર્ષ 2024માં સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જાહેરાત કરી હતી કે, કંપનીની ભારતીય શાખા મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં બીજી મેન્યુફેક્ચરિંગ
સુવિધા શરૂ કરવા માટે રૂ. 35 હજાર કરોડનું રોકાણ કરશે.


comments powered by Disqus