રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલા સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનથી વાઘના નખ અને ચામડાં મળી આવ્યાં છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘનાં અવશેષો મળવાનો કિસ્સો નોંધાયો છે.
રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરાયું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતાં ટ્રસ્ટીઓએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે તપાસ કરતાં ત્યાંથી લુપ્ત થતા વાઘનાં 37 આખાં ચામડાં, 4 ચામડાંના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળ્યા છે. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતાં નખ અને ચામડા એફએસએલમાં મોકલી આપ્યાં છે.
આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ચામડાંને સમાચાર પાત્રમાં વીંટાળેલાં હતાં, જે 1992 અને 1993ની સાલનાં હતાં. એટલે એ અંદાજ પરથી ચામડાં 35 વર્ષથી વધુ સમય પહેલાનાં હોવાનું કહેવાય છે.
મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘનાં ચામડાં-નખ ભરેલી પેટી મળી છે તે રૂમ જૂના પૂજારી માધવાનંદનો હતો, જે 3 મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો છે. માધવાનંદે 40 વર્ષથી પૌૈરાણિક ધર્મેશ્વર મહાદેવ મંદિરને અડ્ડો બનાવ્યું હતું

