ભુજઃ લખપતના નારાયણ સરોવર પાસે લક્કીનાળા ખાતે ગુજરાત ટૂરિઝમ દ્વારા ગતવર્ષથી ‘સમુદ્રી સીમાદર્શન’ શરૂ કરાયું છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે જાણે અને સરહદ પર બીએસએફ જવાનોની કામગીરીથી અવગત થાય તે માટે પ્રથમ વખત ‘સમુદ્રી સીમાદર્શન’નો પ્રારંભ કરાયો છે. લક્કીનાળા વિસ્તાર હજુ સુધી પ્રતિબંધિત હતો, પણ ગતવર્ષથી તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. આ સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડ શરૂ કરાઈ છે, જે ખૂબ રોમાંચક છે.
