સુરતના મોલમાં ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી, લંડનથી મેનેજમેન્ટ

Friday 16th January 2026 01:27 EST
 
 

સુરતઃ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા લેબની આડમાં ચાલતી 'હાઇ પ્યુરિટી બ્લૂ ક્રિસ્ટલ મેફેડ્રોન' ડ્રગ્સ ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે અંતર્ગત 3 શખ્સની ધરપકડ કરાઈ. લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડના ઇશારે કેમિસ્ટ્રીના માસ્ટર એવા સિનિયર કેમિસ્ટ અને ગ્રેજ્યુએટ યુવાનો દ્વારા તૈયાર કરાતું આ ઘાતક ડ્રગ્સ હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં ‘બ્લૂ ક્રિસ્ટલ’ તરીકે જાણીતું હતું. પોલીસે સિનિયર કેમિસ્ટ સહિત 3 શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ, કેમિકલ્સ અને સાધનો મળી કુલ રૂ. 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ શિક્ષિત બુટલેગરોએ છેલ્લા બે મહિનામાં 5 કિલોથી વધુ ડ્રગ્સ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયામાં વેચી યુવાધનને બરબાદ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
એસઓજીએ 1 જાન્યુઆરીએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભુપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. જીલે કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સ સુરતની જ એક ખાનગી લેબમાં તૈયાર કરાયું છે.


comments powered by Disqus