સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સુરતના મહેમાન બન્યા હતા. ISPLની ત્રીજી સિઝનમાં અમિતાભ બચ્ચનની ટીમ ‘માઝી મુંબઈ’ અને અક્ષયકુમારની ટીમ ‘શ્રીનગર કે વીર’ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં અમિતાભ બચ્ચનની ટીમનો ત્રણ વિકેટે વિજય થયો હતો. આ નિમિત્તે કમિટી મેમ્બર સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

