1971 યુદ્ધના મહાવીર ચક્ર વિજેતા કર્નલ ધર્મવીરસિંહની વિદાય

Wednesday 14th October 2026 06:21 EDT
 

અમદાવાદઃ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદભુત શૌર્ય દાખવનારા મહાવીર ચક્ર વિજેતા કર્નલ ધર્મવીર સિંહનું નિધન થયું છે. 1971ના યુદ્ધમાં 8 ગ્રેનેડિયર્સના તત્કાલીન મેજર સિંહે 5 ડિસેમ્બરે ‘ચમન ખુર્દ’ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ 10-11 ડિસેમ્બરે મુશ્કેલ ગણાતા ‘ચક્ર’ વિસ્તાર પર વિજય મેળવ્યો હતો, દુશ્મનોના તોપમારા વચ્ચે માઇનફીલ્ડ પાર કરીને તેમણે પાકિસ્તાની વળતા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. માતૃભૂમિની સેવા માટે સમર્પિત આ અમર વીર યોદ્ધાની શૌર્યગાથા દેશવાસીઓ માટે સદા પ્રેરણાદાયી રહેશે.


comments powered by Disqus