4 રાજ્યની 6 બેઠક પર પેટાચૂંટણીઃ ભાજપે જાળવ્યું વર્ચસ્વ

Wednesday 14th October 2026 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ ચાર રાજ્યની 6 બેઠક પર થયેલી પેટાચૂંટણીનાં પરિણામો પૈકી પશ્ચિમ બંગાળની બંને વિધાનસભા સીટ અને આસામની એક લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે. તામિલનાડુની બંને સીટ પર સીએમ વિજયની ટીવીકેએ જીત નોંધાવી. પુડ્ડુચેરીની એકમાત્ર સીટ એનડીએની સહયોગી એઆઇએનઆરસી પાસે રહી. આ રીતે 6 પૈકી 4 સીટ પર પાર્ટી બદલાઈ છે.
• નંદીગ્રામ: શુવેન્દુ 9,665 મતથી જીત્યા હતા. ભાજપની હસીરાની રથ 1,22,753 મતથી જીત્યા.
• રેજીનગર: 70 ટકા મુસ્લિમ મતદાતા ધરાવતી સીટ પર ભાજપે હુમાયુ કબીરના દીકરાને 75,816 મતથી હરાવ્યો.
નગાંવ: આ બેઠક પર ભાજપનો વિજય થયો. એઆઇયુડીએફ ચીફ બદરુદ્દીન અજમલ બીજા સ્થાને રહ્યા.
• તામિલનાડુ: મદુરંતકમ, ધારાપુરમના ધારાસભ્ય અન્નાદ્રમુક છોડી ટીવીકેમાં આવ્યા. બંનેએ સીટો જાળવી રાખી.
• પુડ્ડુચેરીઃ સીએમ એન. રંગાસામીની છોડેલી સીટ પર તેમની પાર્ટી જીતી.


comments powered by Disqus