રાજ્યભરમાં નવરાત્રીની ઉમંગ સાથે ગરબાની રમઝટ જામી છે. ખેલૈયાઓ મનમૂકીને નવરાત્રી માણી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓનો આ ઉમંગ જોતાં ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ દુર્ગાની યાદ અપાવે છે. આ રાગમાં પાંચ સ્વરોની સ્વચ્છ અને પ્રભાવશાળી ચાલથી ઉત્સાહપૂર્ણ ઉજ્જવળ તથા ભક્તિભાવ રચાય છે. રાગ દુર્ગામાં સ્તુતિ ગાવાથી વીરભાવને સુંદર રીતે વ્યક્ત કરી શકાય છે. બરાબર એ જ રીતે વિવિધ ગરબાના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓમાં વીરતા અને ઉત્સાહ સ્પષ્ટ દૃશ્યમાન થાય છે.

