તાજતેરમાં જ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ દ્વારા મુંબઈના વરિષ્ઠ ગઝલકાર જવાહર બક્ષીને એક ભવ્ય કાર્યક્રમમાં રૂ. 2,51,000ની ધનરાશિ સાથેનો ‘મહર્ષિ વેદ વ્યાસ બ્રહ્મ એવોર્ડ’ એનાયત થયો. કાર્યક્રમના અતિથિ વિશેષ જન્મભૂમિ જૂથનાં સીઈઓ કુંદન વ્યાસ તથા સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવલના હસ્તે ગઝલકાર જવાહર બક્ષીને આ અવોર્ડ શાલ તથા ચાંદીના શ્રીફળ સાથે એનાયત થયો. કાર્યક્રમમાં કવિ સંજય પંડ્યા, વરિષ્ઠ ગઝલકાર ઉદયન ઠક્કર અને સુરેશ ઝવેરીએ પોતાની વિવિધ રસની રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં. આ પ્રસંગે ઉપસ્થિત જન્મભૂમિ જૂથના અખબારના સીઈઓ કુંદન વ્યાસે ગઝલકાર જવાહર બક્ષીને ગુજરાતી ગઝલના અગત્યના પડાવ તરીકે ઓળખાવ્યા.

