જામનગરમાં અગ્નિની સાક્ષી અને શક્તિની ભક્તિ

Wednesday 14th October 2026 06:45 EDT
 
 

જામનગરમાં નોરતાંનો ઉત્સાહ છવાયો છે. રણજિતનગરમાં યોજાતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં આગ સાથેનો રાસ આકર્ષણરૂપ બન્યો છે. ખેલૈયાઓએ પરંપરાગત પોષાક સાથે સ્વસ્તિક મશાલ રાસ પ્રસ્તુત કરી લોકોને રોમાંચિત કરી દીધા હતા. હિન્દુ સનાતન ધર્મમાં અગ્નિ દેવતા સ્વરૂપ છે, જેની સાક્ષીએ શુભકાર્યો કરવામાં આવે છે. સ્વસ્તિક એ શુભ પ્રતીક છે, ત્યારે ખેલૈયાઓએ સ્વસ્તિક મશાલ રાસ વડે અગ્નિની સાક્ષીએ શક્તિની ભક્તિ કરી શુભત્વની ભાવના પ્રસરાવી હતી.


comments powered by Disqus