પિકઅપ-ડમ્પરના અકસ્માતમાં 7નાં મોત, 25 ઘાયલ

Wednesday 14th October 2026 06:50 EDT
 

કોટડાઃ કચ્છની કોટડા ચેકપોસ્ટ નજીક ગુરુવારે રાત્રે 32 શ્રમિકો ભરેલી બોલેરો પિકઅપ ગાડી અને ડમ્પરના અકસ્માતમાં 7 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, 40 ચોરસ ફૂટના પિકઅપના ડાલામાં 30 શ્રમિકોને ઠાંસીને ભરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો ભુક્કો બોલી ગયો હતો અને શ્રમિકોની મરણચીસોથી વિસ્તાર કંપી ઊઠ્યો હતો.


comments powered by Disqus