અમદાવાદઃ દરિયાઈ સાહસ કથાઓ દ્વારા ગુજરાતી કથા સાહિત્યને સમૃદ્ધ કરનાર લેખક ગુણવંતરાય આચાર્યનો સાહિત્યિક વારસો આગળ વધારનારાં તેમનાં નાનાં પુત્રી વર્ષા અડાલજા અને મોટાં પુત્રી તે ઈલા આરબ મહેતા.
16 જૂન, 1938ના રોજ મુંબઈમાં જન્મેલાં અને મુંબઈની રુઈયા કોલેજ, સેન્ટ ઝેવિયર્સ કોલેજથી અધ્યાપક તરીકે 2000માં નિવૃત્ત થનારાં અને 1964માં ડો.આરબ મહેતા સાથે લગ્ન કરનારાં ઈલા આરબ મહેતાએ કથાસાહિત્યમાં એક અગ્રણી, પ્રયોગશીલ લેખિકા તરીકે યોગદાન આપ્યું છે. ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ (1969)થી શરૂ કરીને ‘ઝીલી મેં કૂંપળ હથેળીમાં’ (2007) જેવી 20 ઉપરાંત નવલકથા તથા ‘એક સિગારેટ, એક ધૂપસળી’ સહિત અડધો ડઝન વાર્તાસંગ્રહો આપનારાં ઈલા આરબ મહેતાની રસપ્રદ ગદ્યશૈલી, ભાતીગળ પાત્રસૃષ્ટિ, વિશાળ અનુભવ વિશ્વ અને માનવજીવનની સૂક્ષ્મ વેદના-સંવેદનાનેનું નરવું. નમણું નિરૂપણ આગવી લાક્ષણિકતાઓ રહી.

