મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવાયાત્રા’નો વડનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ બુધવારે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. અલગ અલગ રાજ્યોથી આવેલા બાઇકર્સ અને સેવાયાત્રીઓનું મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. તેમણે સતત 25 વર્ષ જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનારા જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ ગુજરાતની યુવાશક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, વારાણસીથી વડનગર ‘સેવાયાત્રા’ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.
