અમરેલીના વોર્ડ-9માં દેરાણી-જેઠાણી વચ્ચે મુકાબલો થશે

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

અમરેલીઃ અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 9 ખાસ ચર્ચામાં આવ્યો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા છે. ભાજપે જેઠાણી રેશમાબહેનને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યાં છે, જ્યારે કોંગ્રેસે દેરાણી કાજલબહેન પર વિશ્વાસ મૂક્યો છે.
એક જ પરિવારની બે મહિલા વચ્ચે ચૂંટણીજંગ જામતાં સ્થાનિક સ્તરે આ મુકાબલો ચર્ચાનો વિષય બન્યો છે. બંને ઉમેદવારે ઉમેદવારી નોંધાવતાં જ મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ પહેલાં જેઠાણી ભાજબ સાથે સંકળાયેલાં રહ્યાં છે અને સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે, જ્યારે દેરાણી કોંગ્રેસ તરફથી મેદાનમાં આવતાં પરિવારમાં જ રાજકીય સ્પર્ધા સર્જાઈ છે.


comments powered by Disqus