ઇન્દોરઃ મધ્યપ્રદેશની ઇન્દોર ફેમિલી કોર્ટે નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વૈવાહિક વિવાદમાં છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે નારાયણ સાંઈને પત્નીને રૂ. 2 કરોડ કાયમી ભરણપોષણ (એલ્યુમ્ની) આપવા આદેશ આપ્યો છે. આ મામલો લગભગ 8 વર્ષ કોર્ટમાં ચાલ્યો. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈ હાલ દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ છે. 24 માર્ચે જ તેને ઇન્દોરની ફેમિલી કોર્ટમાં હાજર કરવા લવાયો હતો. ઇન્દોર ફેમિલી કોર્ટના નિર્ણયને નારાયણ હાઇકોર્ટમાં પડકારી શકે છે. અરજી મુજબ બંનેનાં લગ્ન વર્ષ 2008માં થયાં હતાં, પરંતુ 2013થી બંને અલગ રહે છે.

