ઇસરોએ ભારતના પહેલા માનવ અવકાશ ઉડ્ડયન મિશન ‘ગગનયાન’ની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ઇસરોએ ગગનયાન મિશન માટે સફળતાપૂર્વક બીજું ઇન્ટેગ્રેટેડ એરડ્રોપ પરીક્ષણ પૂરું કર્યું છે. આ પરીક્ષણ શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન અવકાશ કેન્દ્રમાં કરાયું હતું. આ સિદ્ધિ સંકેત છે કે ભારતના પહેલા સહમાનવ સ્પેસ એક્સપેડિશન ગગનયાન હેઠળ અવકાશમાં જનારા ભારતીય અવકાશયાત્રી સુરક્ષિત પૃથ્વી પર પાછા ફરશે. ભારત પણ હવે ટૂંક સમયમાં એવા દેશોમાં સામેલ થઈ જશે, જે માણસને અવકાશમાં મોકલવા અને ત્યાંથી સુરક્ષિત પાછા લાવવા સક્ષમ હશે.

