અમદાવાદ: ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણ માટે ઓવૈસી ભાજપ માટે ફાયદારૂપ છે, એટલે જ AIMIMને ભાજપની બી-ટીમ કહેવાય છે. સ્થાનિક ચૂંટણીમાં ઓવૈસીનાં ઓરતાં અધૂરાં રહ્યાં, કેમ કે 500થી વધુ ઉમેદવાર ચૂંટણી લડવાની ડિંગો હાંકવામાં આવી હતી, જો કે આ પક્ષના ઉમેદવાર બનવા કોઈ તૈયાર નથી. ગુજરાતમાં અન્ય પક્ષ કરતાં AIMIM પર ભાજપના ચાર હાથ છે. કોઈપણ પક્ષને રેલી-વિરોધ માટે મંજૂરી અપાતી નથી, પણ AIMIM કાર્યકરોના વિરોધ પ્રદર્શનને ખાખી વર્દી લીલીઝંડી આપી દે છે.

