કોણ છે વડોદરા ભાજપના ઈન્સ્ટા સ્ટાર ઉમેદવાર?

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. 5 વર્ષ પહેલાં યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચુંટાયાં હતાં, જેમાં અઢી વર્ષ માટે પ્રમુખપદની જવાબદારી સંભાળી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીથી બી.કોમ. સુધી અભ્યાસ કર્યો છે. 


comments powered by Disqus