ક્લાઈમેટ ચેન્જના મિશન સાથે યુવાનની માલ્ટાથી ભારતની પગપાળા યાત્રા

ઝુંબેશ માલ્ટાથી થઈ તે ઇતિહાસ યાદ રાખશેઃ માલ્ટાના પ્રધાનમંત્રીનાં પત્ની

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

અમદાવાદઃ ભાવનગરનો એક ખેડૂતપુત્ર જે ક્યારેક CA બનવાનાં સપનાં જોતો હતો, પરંતુ હવે માલ્ટા નામના દેશથી પગપાળા નીકળ્યો છે અને દિલ્હી સુધી 12 હજાર કિલોમીટરનો રસ્તો કાપીને ઇતિહાસ રચશે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણીય પ્રદૂષણ રોકવાના ઉદ્દેશ્ય સાથે માલ્ટાથી ભારત આવવા નીકળેલા ભાવનગરના જયદીપ લાખણકિયા એક બેબી વોકર, ટેન્ટ અને 15 કિલો ક્ષમતાની વેસ્ટબેગ સાથે પગપાળા નીકળ્યો છે.
જયદીપને ગ્રીસમાં યોજાયેલી 26 દિવસીય કોન્ફરન્સમાં ગેસ્ટ અને પાર્ટિસિપન્ટ તરીકે જવાનો અવસર મળ્યો હતો. કોન્ફરન્સમાં ક્લાયમેટ ચેન્જ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચાએ જ જયદીપના મનમાં ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માલ્ટાથી ચાલીને ભારત આવવાના મિશનનો પાયો નાખ્યો હતો. હવે તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લઈ 12 હજાર કિલોમીટરની સફર ખેડીને ભારતમાં તેની યાત્રા પૂર્ણ કરશે.
માલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાનાં પત્ની લીડિયાએ જયદીપના મિશનની શરૂઆત કરાવી હતી. ફ્લેગઓફમાં સામેલ થયેલાં લીડિયાએ કહ્યું હતું કે, અમે ગર્વ અનુભવીએ છીએ કે, ક્લાઇમેટ ચેન્જની પ્રથમ ઝુંબેશ માલ્ટાથી થઈ તેનેે ઇતિહાસ યાદ રાખશે.


comments powered by Disqus