ગુજરાત વિધાનસભામાં કસ્તુરબા ગાંધીને 157મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ

Wednesday 15th April 2026 06:17 EDT
 
 

મહાત્મા ગાંધીનાં પત્ની અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમનાં સહધર્મચારિણી કસ્તુરબા ગાંધીની 157મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધોરણ-10ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તથા તેમણે વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી. ચૌધરીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, કસ્તુરબાએ  રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.


comments powered by Disqus