ગોપાલ ઈટાલિયા સામે ધરપકડ વોરંટ

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

કડીઃ મહેસાણા શહેરમાં કોરોના મહામારી દરમિયાન પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં મહેસાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મંગળવારે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વારંવારની મુદતમાં હાજર ન રહેનારા ઇટાલિયા સામે ગત મુદતમાં કોર્ટે વોરંટ કાઢ્યા બાદ મંગળવારે તેને રિઇશ્યુ કરવામાં આવ્યું હતું.
કોરોના કાળ દરમિયાન મહેસાણા શહેરમાં પરવાનગી વિના રેલી યોજનાર ગોપાલ ઇટાલીયા સહિત 15 જેટલા આરોપીઓ સામે -મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં જ્યુડિશિયલ કોર્ટની ટકોર છતાં વારંવાર મુદતમાં ગેરહાજર રહેલા ઇટાલિયા સામે અગાઉની મુદતમાં કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
સંઘવીના ઇશારે પોલીસ માતાને હેરાન કરે છેઃ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, હર્ષ સંઘવીના કહેવાથી પોલીસે તેમના ઘરે તપાસ કરી અને તેમનાં માતાની હેરાનગતિ કરી. સુરતના ડીસીપીએ આ આક્ષેપોને રદિયો આપ્યો કે આ વાતમાં કોઈ તથ્ય નથી.


comments powered by Disqus