ચારુસેટના ડીનની ભારતીય આર્કટિક અભિયાન માટે પસંદગી

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

ચાંગાઃ દેશભરમાં નામના ધરાવતી ટારુસેટના ડીન અને પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસનાં એસોસિયેટ પ્રોફેસર ડો. ગાયત્રી દવેએ વિજ્ઞાનક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમને ભારતના આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે ફિલ્ડ એક્સેસ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે દેશભરથી માત્ર 7 વૈજ્ઞાનિકની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી ગાયત્રી દવેનો પણ સમાવેશ થાય છે. તેઓ આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે 1 મહિનો રોકાઈ દુર્લભ પ્રજાતિનું જૈવિક સંશોધન કરશે.
ડો. ગાયત્રી દવેનો રિસર્ચ પ્રોજેક્ટ ‘એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ લોન્ગ-ટર્મ મોનિટરિંગ ઓફ આર્કટિક માઇક્રોબાયલ ઇકોસિસ્ટમ: એ વિનોગ્રેડસ્કી સિમ્યુલેશન ઓફ ધ માઇક્રોબાયલ કોમ્યુનિટી ડિરાઇવડ ફ્રોમ ક્રાયોકોનાઇટ, બ્રાઇન્સ અને શેલો સેડીમેન્ટસ’ વિષય પર આધારિત છે. આ અભ્યાસ આર્કટિકની ખૂબ કપરી પરિસ્થિતિમાં માઇક્રોબાયલ ગતિશીલતા સમજવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે.


comments powered by Disqus