નવી દિલ્હીઃ ભારત પોતાના ચિકનનેક એટલે કે સિલીગુડી કોરિડોર આસપાસ સંપૂર્ણ કિલ્લેબંધી કરવા જઈ રહ્યો છે. છે. આ વિસ્તાર પર ચીન અને બાંગ્લાદેશ બંને નજર રાખીને બેઠા છે. આ એવો સાંકડો વિસ્તાર છે, જે પૂર્વોત્તરના હિસ્સાને ભારતનાં અન્ય રાજ્યો સાથે જોડે છે. આ વિસ્તાર પર હુમલો કરવા માટે પાકિસ્તાન પણ બાંગ્લાદેશને ઉશ્કેરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે ભારતે આ વિસ્તાર પર કિલ્લેબંધી વધારી દીધી છે, જેનાથી આ વિસ્તારની સુરક્ષા વધે.

