ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપ્યો, ભારત માટે જોખમ વધશે

Wednesday 15th April 2026 07:20 EDT
 
 

નવી દિલ્હીઃ ચીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેની પાસે એક આખો પ્રાંત વસાવ્યો છે. અફઘાનિસ્તાન અને પીઓકેની નજીક ઊભા કરાયેલા આ પ્રાંતને સેનલિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે કારાકોરમ પર્વતમાળા નજીક આવેલો છે. ચીનના શિનજિઆંગ વિસ્તારમાં આ પ્રાંત તૈયાર કરાયો છે. આ જ વિસ્તારમાં ચીન અગાઉ બે પ્રદેશ તૈયાર કરી ચૂક્યું છે, જેનો ભારતે વિરોધ કર્યો હતો. જો કે તેમ છતાં આ વિરોધને અવગણીને હવે ચીને પીઓકે પાસે ત્રીજો પ્રદેશ બનાવી નાખ્યો છે.
ગયા વર્ષે ભારતે કહ્યું હતું કે, હેઆન અને હેકાંગ નામના બે પ્રદેશો જે વિસ્તારમાં તૈયાર કરાયા છે તે ભારતનો જ છે અને લદ્દાખ સાથે જોડાયેલો છે. ચીનને આ વિસ્તારમાં કોઈ બાંધકામ કે સુધારા વધારાનો અધિકાર નથી. જો કે હવે એવા અહેવાલો છે કે ચીને પીઓકે-અફઘાનિસ્તાન સરહદ પાસે નવો પ્રદેશ સ્થાપી દીધો છે. શાંઘાઈ સ્થિત ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર લિન મિનવાંગે કહ્યું હતું ,કે નવા પ્રદેશો તૈયાર થવા એ દર્શાવે છે કે ચીન આ વિસ્તારને લઈ ખૂબ ગંભીર છે.


comments powered by Disqus