તબીબી વ્યવસાય કમાણીનું નહીં, માનવસેવાનું વચનઃ રાષ્ટ્રપતિ

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

રાજકોટ: રાજકોટ એઇમ્સની પ્રથમ બેચના 50 તેજસ્વી વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે મેડિકલ ડિગ્રી એનાયત કરાઈ. સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ અત્યંત પ્રેરણાદાયી ભાવ સાથે જણાવ્યું કે, તબીબી વ્યવસાય માત્ર કમાણીનું સાધન નહીં, પરંતુ માનવ સેવાનું વચન છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડતા કહ્યું કે, વર્તમાન સમયમાં AI, રોબોટિક સર્જરી અને ડિજિટલ હેલ્થ જેવી ટેક્નોલોજી તબીબી જગતનો ચહેરો બદલી રહી છે. ડોક્ટરોએ આ આધુનિક પરિવર્તનોને સહર્ષ અપનાવવા જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદવીધારક તબીબોને અભિનંદન આપતાં જણાવ્યું કે, નવી પેઢીના તબીબોએ જીવનમાં સત્ય, ધર્મનું પાલન અને સતત પ્રયોગશીલ રહેવું જોઈએ. 


comments powered by Disqus